• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર | દિયોદરઠાકોર સમાજ છાત્રાલય ખાતે રાજ્ય પ્રધાન કેશાજી ચૌહાણની

દિયોદર | દિયોદરઠાકોર સમાજ છાત્રાલય ખાતે રાજ્ય પ્રધાન કેશાજી ચૌહાણની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરઠાકોર સમાજ છાત્રાલય ખાતે રાજ્ય પ્રધાન કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં દિયોદર તાલુકાના 66 ગામોની ભાજપ કાર્યકરો, આગેવાનો, બુથ ઇન્ચાર્જ, વિસ્તારકો વગેરેની બેઠક શુક્રવારે બપોરે યોજાઇ હતી. જેમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી પૂર્વની મતદારયાદી સુધારણા કાર્યક્રમની રૂપરેખા જેમાં આગામી 1 થી 31 જુલાઇ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ બુથના બીએલઓ બુથ પર બેસી તા. 1જુલાઇ 17 ના રોજ જે યુવક-યુવતીએ 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને મતદાર યાદીમાં મતદાર તરીકેનું ફોર્મ ભરી શકાશે. પ્રસંગે ડો. નરેશભાઇ ઠક્કર, પુનમાજી સુથાર, ગુમાનસિંહ ચૌહાણ, ભરતભાઇ અખાણી, ભવાનજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...