• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • પાટણ અને મહેસાણા જિલ્લામાં 18 ભેંસોની તસ્કરીનો ભેદ ઉકેલાયો !

પાટણ અને મહેસાણા જિલ્લામાં 18 ભેંસોની તસ્કરીનો ભેદ ઉકેલાયો !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાકલાણા, અડીયા,ચિત્રોડા,દેથળી, સબોસણ,સુજનીપુર બાલીયાસણા, લક્ષ્મીપુરા,જાકાસણામાંથી પશુઓ ચોર્યા હતા

પાટણજિલ્લામાં તાજેતરમાં પશુ તસ્કરીનું પ્રમાણ વધી ગયું હોવાની પશુપાલકોની ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં અડીયા ગામની ચોરીની તપાસ કરતાં હારીજ પોલીસે એક શખ્સને ઝડપી લઇને પૂછપરછ કરતાં ઉતર ગુજરાતમાં થયેલ 18 પશુ ચોરીના ગુનાનો ભેદ ખૂલવા પામ્યો છે જેમાં પાટણના જૂનાકલાણા, અડીયા,ચિત્રોડા,દેથળી, સબોસણ,સુજનીપુર મહેસાણાના બાલીયાસણા, લક્ષ્મીપુરા ,જાકાસણાની પશુચોરીનો સમાવેશ થાય છે.આ તસ્કરી પ્રકરણમાં વધુ 7 શખ્સોના નામો ખુલતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

હારિજ તાલુકાના જુનાકલાણા અને અડીયાગામે ભેેંસોની ચોરી થતાં હારીજ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જેની તપાસ પીએસઆઇ વી.વી.ત્રિવેદીએ હાથ ધરતાં બાતમી મળી હતી કે ચોરેલી ભેંસો મેસરા તા.દિયોદર ગામની સીમમાં એક બોર ઉપર બાંધેલી છે જેમાં પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણના માર્ગદર્શન મુજબ પોલીસની ટીમે રેડ કરતાં ત્યાંથી ત્રણ ભેંસો મળી આવી હતી.

જે ભેંસો ગઢવી સંતોકબેન રામભા અને તેનો દિકરો ગઢવી હિતેશદાન રામભા રહે. ચીભડા તા. દિયોદર મૂકી ગયેલ હોવાનું જણાવતાં પોલીસ સ્ટાફના માણસોએ હિતેશદાન ગઢવીને કોલ ડીટેઇલ આધારે પકડી પૂછપરછ કરતાં અન્ય સાત શખ્સોના નામો ખૂલ્યા હતા. શખ્સોએ અલગ અલગ દિવસે રાત્રિના સમયે પીકઅપ ડાલામાં 18 ભેંસો ચોરી કરી હતી. હારીજ પીએસઆઇ વી.વી.ત્રિવેદી જણાવ્યું કે આઠ શખ્સો ભેંસ ચોરીમાં સંડોવાયેલા છે જેમાંથી એક હિતેશ રામભા ગઢવીને અટક કરેલ છે. બાકીના સાત શખ્સોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં ભેંસો કોને વેચી હતી અને અન્ય કોઇ સહ આરોપીઓ હોયતો તેની તપાસ માટે આરોપીને રીમાન્ડ પર લેવાયો છે.

પશુઓની ચોરી કરતો આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...