તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુચકવાડા ગામેથી 2 સંતાનો પતિને તરછોડી પરિણીતા છૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરતાલુકાના ડુચકવાડા ગામેથી બે સંતાનોની માતા મધરાતે ઘર છોડી પલાયન થઇ જતાં ઘરમાંથી રોક રકમ દાગીના સાથે ગૂમ થઇ જતાં તેણીના પતિએ દિયોદર પોલીસ મથકે ગૂમ થયાની જાણ કરી હતી.

ડુચકવાડા ગામે રહેતા રોહિતભાઇ ઠક્કરના લગ્ન 12 વર્ષ અગાઉ ચુરંદા (તા. કરજણ) ગામે રહેતી શીલ્પા સાથે થયા હતા. ત્યારે 12 વર્ષના સમયગાળા દરમિયાન તેણીએ બે દિકરીઓને જન્મ આપ્યો હતો. ત્યારે ગત શુક્રવારે રાત્રિના સમયે શિલ્પા અચાનક ગૂમ થઇ જતાં આસપાસમાં તપાસ કરતાં ક્યાંય ભાળ મળતાં તેણીના પતિ રોહિતભાઇએ જણાવેલ કે ‘શુક્રવારે વાળુ પાણી કર્યા બાદ અમો પત્ની, બાળકો પરિવાર સાથે આંગણામાં સૂતા હતા. મોડી રાત્રે હું પાણી પીવા ઉઠતાં મારી પત્નિ શિલ્પા તેના ખાટલામાં જણાતાં ઘરમાં તપાસ કરાયા બાદ હૂં હતપ્રભ બની ગયો હતો. ત્યારે શિલ્પા મારા ઘરમાંથી દાગીના અમુક રોકડ રકમ સાથે લઇ ગૂમ થઇ ગયેલ છે. જે અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

લગ્નના 12 વર્ષ બાદ પરણીતા ગુમ

અન્ય સમાચારો પણ છે...