• Gujarati News
  • દિયોદરમાં ભૂર્ગભ ગટરની સફાઇ હાથ ધરાઇ

દિયોદરમાં ભૂર્ગભ ગટરની સફાઇ હાથ ધરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર| દિયોદરનાલક્ષ્મીપુરા વિસ્તારમાં ભૂર્ગભ ગટરલાઇન બ્લોક થઇ જતાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. જેના કારણે ત્રસ્ત બનેલા સ્થાનિક રહીશો શુક્રવારે ભુખ હડતાળ ઉપર ઉતરી જતાં તંત્રએ ગટરની સફાઇ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો. જે અંતર્ગત રવિવારે વહીવટીતંત્રએ પ્રેશર મશીનની મદદથી બ્લોક થયેલ ગટરલાઇનની સફાઇ કામગીરી હાથ ધરી હતી. તેમજ આગમી દિવસોમાં ગટરલાઇન સંપૂર્ણ સાફ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.