તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાગામમાં દુકાનનું શટર તોડી ~ 85 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાતાલુકાના વડાગામમાં ચોર ટોળકીએ બંધ દુકાનનું શટર તોડી મોટરો, કોપર વાયર, ગન મેટર બુશીંગ મળી કુલ રૂ.85 હજારની મત્તા ચોરી ગયા હતા. અા ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વડાગામના મુખ્ય બજારમાં આવેલી ગણેશ મોટર રીવાઇન્ડીંગ નામની દુકાનમાં શુક્રવારે રાત્રે ચોરોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશી રીવાઇન્ડીંગ માટે આવેલી મોટરો, દુકાન માલિકની મોટરો, 150 કિલો જેટલો કોપર વાયર અને 50 કિલો જેટલા ગન મેટલ બુશીંગ ચોરી ગયા હતા. ઘટના અંગે પ્રેમનગરકંપા (વડાગામ)ના દુકાન માલિક જીતેન્દ્રભાઇ અંબાલાલ પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં રૂ.85 હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...