• Gujarati News
  • ટ્રકે બાઇકેને અડફેટે લેતાં એકનું મોત

ટ્રકે બાઇકેને અડફેટે લેતાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાતાલુકાના હિન્દુપુરા ગામે સોમવાર મોડી રાત્રે બેફામ ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર બે યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી.

ધનસુરા તાલુકાના હિન્દુપુરા ગામે સોમવાર રાત્રે અજાણ્યા ટ્રકચાલકે બાઇક (આરજે 12એસ એચ 3358) લઇને જતા દેવીલાલ તથા ગુરૂભાઇને અડફેટે લેતાં બંને જણા રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા ગુરૂભાઇને ગંભીર ઇજા પહોચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકચાલક દેવીલાલને ગંભીર ઇજા પહોંચતાં તેને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.