ધનસુરા ગ્રામ પંચાયતે 50 જેટલા પરિવારોને આશરો આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના ધનસુરા ગામના જનતા નગર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.જનતાનગરના 50 જેટલા પરિવારોને ધનસુરા ગ્રામપંચાયત દ્વારા શાળા નં-1 માં આશરો આપવામાં આવ્યો હતો.તે પછી બીજા દિવસે પંચાયતના સરપંચ દ્વારા તાબડતોડ સાફ- સફાઇ અને પાણીનો નિકાલ કરવા માટે ટીમ બનાવીને કામગીરીનો પ્રારંભ કરાયો હતો.જનતાનગરના વિસ્તારની સાફ-સફાઇ, પાણીનો નિકાલ પંચાયત દ્વારા થતાં રાહતનો દમ લીધો હતો.તેમજ અસરગ્રસ્તોના પરિવારોને પાછા પોતાના ઘેર રહેવાની સગવડ પણ કરી હતી. તેમજ પંચાયત દ્વારા રોગચાળો ફેલાય તે માટે તાત્કલિક આખા ગામમાં દવા છાંટવાનું અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે. તસવીર-જીગરચૌધરી

અન્ય સમાચારો પણ છે...