• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Dhansura
  • ધનસુરામાં ધુળેટીના દિવસે ધમાલ ડીજે વગાડવા મામલે 2 જૂથ સામસામે

ધનસુરામાં ધુળેટીના દિવસે ધમાલ ડીજે વગાડવા મામલે 2 જૂથ સામસામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરામાંધુળેટીના દિવસે સોમવારે પટેલ અને ઠાકોર વચ્ચે ડીજે વગાડવા મામલે બંને જૂથ સામસામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. મામલે 47 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સોમવારે સવારે ધનસુરામાં પટેલ સમાજના લોકો દ્વારા ધુળેટી નિમિતે ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી. જે જવાહર ચોકથી આગળ જતાં ઠાકોરવાસ નજીક પહોંચતાં ડીજે વગાડવા બાબતે બબાલ થઇ હતી. જેમાં ઝઘડો વધે નહીં તેને લઇ સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ ઠાકોર સમાજના લોકો અદાવત રાખી સાંજે છેતરીને એક વ્યક્તિને બોલાવી માર મારતાં ફરી સ્થિતિ વણસી હતી અને બંને જૂથો સામ સામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી, પરંતુ સ્થિતિ કાબુમાં ના આવતા જિલ્લાની પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. બનાવ અંગે પોલીસે બંને જૂથના 47 લોકો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.

પરિસ્થિતી વણસતાં ગામમાં સાબરકાંઠા ડીવાયએસપી સહિત 6 પોલીસ અધિકારી તેમજ જિલ્લાની એસઓજી, એલસીબી સહિતની ફોજ ઉતારાઇ હતી. તસવીર- હિતેષ પટેલ

પોલીસે સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો, હજુ અજંપો

47 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...