તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Dhansura
  • ધનસુરા તાલુકા પંચાયતનુ બજેટ 9 કરોડ 99 લાખનુ સર્વાનુમતે મંજૂર થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરા તાલુકા પંચાયતનુ બજેટ 9 કરોડ 99 લાખનુ સર્વાનુમતે મંજૂર થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાતાલુકા પંચાયતમાં તા.21 ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ સુરજબેન જે.ખાંટના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સન 2016-2017 નુ સુધારેલા અંદાજપત્ર તથા 2017-2018 ના અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જે અંદાજપત્ર વિકાસલક્ષી હોવાથી તમામ તાલુકા પંચાયતના સદસ્યએ આવકારીને 9 કરોડ 99 લાખનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સચિનભાઇ પટેલ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કે. એલ. ભગોરા હાજર રહ્યા હતા. જેમાં સમગ્ર સફળ સંચાલન પી.કે.મકવાણા મદદનિશ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો