તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપાણી દાહોદમાં શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા તા. 8થી10 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. આમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામ રૂપાખેડામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જશે, પણ મહેસાણામાં નીતિન પટેલ કયા ગામની કઇ સ્કૂલમાં નામાંકન કરાવશે તેની સત્તાવાર જાહેરાત સરકાર કરી શકી નથી. જ્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે નામાંકન કરાવશે.

દર વર્ષે સરકર દ્વારા કરોડોના ખર્ચે પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે છતાં ગામડાઓમાં શિક્ષકોની ખૂટતી જગ્યાઓની ભરતી કરવા માટે સરકાર દ્વારા ઉત્સાહ દેખાડાતો નથી તે લોકોને ખટકે છે.

અન્ય સમાચારો પણ છે...