• Gujarati News
  • બુટાલમાં શ્રમિક યુવાને કારખાનામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

બુટાલમાં શ્રમિક યુવાને કારખાનામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરાતાલુકાના બુટાલ ગામે શ્રમિક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

તાલુકાના દોલપુર ગામના તુલસીભાઇ રમણભાઇ સોલંકી (32) છેલ્લા 10 વર્ષથી બુટાલ ગામે એન્જીનીયરીંગ વર્કસમાં કામ કરતો હતો. મંગળવારના રોજ રાબેતા મુજબ કામ ઉપર આવેલા કારીગર યુવકે શીત કેન્દ્રની બાજુમાં આવેલ કારખાનાની ઇલેક્ટ્રીક ઓરડીમાં રીશેષ દરમ્યાન દોરડું લટકાવી ગળે ફાંસો ખાઇ લેતાં મોત નીપજયું હતું. ઘટના અંગે કારખાનાના અન્ય કારીગરોએ કારખાનાના માલિક કલ્પેશભાઇ પંચાલને જાણ કરતાં તેઓએ ધનસુરા પોલીસને જાણ કરી હતી. ધનસુરા પોસઇ જે.જી. રાઓલે અગમ્ય કારણોસર મોતને ભેટેલા યુવકના મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.