તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dhanera
  • ધાનેરામાં દુકાનદારે શૌચાલય તોડી દુકાન બનાવતાં પાલિકાએ માત્ર નોટિસ આપી

ધાનેરામાં દુકાનદારે શૌચાલય તોડી દુકાન બનાવતાં પાલિકાએ માત્ર નોટિસ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા પાલિકાના સીટી સર્વે નંબર-2508 ના શાલીભદ્ર શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે બાંધકામમાં દુકાનદાર દ્વારા શૌચાલય તોડી દુકાનો બનાવી દેવાતાં તે દુકાનો ટ્રાન્સફર કરવા સામે વાંધા અરજી આપવા છતાં પાલિકા દ્વારા નોટીસ આપીને અરજી ફાઇલે કરી દેતાં ફરી વિવાદ ઉભો થવા પામ્યો છે અને કલેક્ટરને લેખીત રજૂઆતો પણ કરવામાં આવી છે.

ધાનેરામાં સીટી સર્વે નંબર-2508માં શોપિંગ બનાવવામાં આવેલ છે. પરંતુ શોપિંગમાં ક્યાંય શૌચાલય પણ બનાવેલ નથી અને પાર્કિંગ પણ ન હોવાથી દુકાનદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. જ્યારે બીજી તરફ 28 નવેમ્બર-2014 ના રોજ નગરપાલિકાએ ઠરાવ નંબર-43 થી પ્રથમ માળે દુકાનો બનાવવાની પરવાનગી અપાઇ હતી અને તેમાં પ્લાન મુજબ બાંધકામ કરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બિલ્ડર દ્વારા આ બાંધકામ પ્લાન મુજબ ના કરેલ અને શૌચાલયની જગ્યાએ દુકાન બનાવી દેવામાં આવતાં વિવાદ ઉભો થયો હતો. જ્યાં સુધી શૌચાલય ના બને ત્યાં સુધી દુકાનો બીજાના નામે ટ્રાન્સફર ન કરવા માટે જાગૃત દુકાનદારોએ પાલિકાને તા.24 જુલાઇ-2015 ના રોજ અરજી કરતાં પાલિકા દ્વારા આ બાબતે તપાસ કરીને બાંધકામ કરનારને પાલિકા દ્વારા તા.21 માર્ચ-2016 ના રોજ નોટીસ પાઠવીને શૌચાલયની જગ્યાએ દુકાન બનાવી દેવાઇ તે બાબતે ખુલાસો કરવા જણાવ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા આ અરજી આગળ ના વધારતા તે અરજી ફાઇલે કરીને દુકાનો ટ્રાન્સફર કરી દેવામાં આવતાં અન્ય દુકાનદારોએ વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ પગલા ન લેવાતા કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ધાનેરા પાલિકાના પ્રમુખ બળવંતભાઇ બારોટે જણાવેલ કે ‘આ બાબતની ફાઇલ મંગાવીને તપાસ કરીશ અને જો ખોટું કરવામાં આવ્યું હશે તો તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તેમજ અન્ય શોપિંગ સેન્ટરોમાં શૌચાલયો નથી તેવા શોપિંગ સેન્ટરોના માલિકોને પણ નોટીસ આપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમાં ક્યાંય વહાલા દવલાની નીતી અપનાવવામાં નહી આવે.

અન્ય સમાચારો પણ છે...