તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવાણા પાસે બાઇક અને જીપ વચ્ચે અકસ્માતમાં 4 ઘવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના જેતડાના લોકો મંગળવારે સુંધાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ધાનેરાના જીવાણા ગામ પાસે ધાનેરા તરફથી આવી રહેલ બાઇક ચાલકે કાબુ ગુમાવી દેતાં જીપ સાથે અથડાયો હતો અને જીપ ચાલકે કાબુ ગુમાવતાં જીપ સાઇડમાં ઉતરી જતાં ગાડીમાં બેઠેલા ત્રણ લોકોને ઇજાઓ થઇ હતી.

જ્યારે બાઇક સવારને ગંભીર ઇજાઓ થતાં ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. ડૉ. એસ.એસ. પરમારે પ્રાથમિક સારવાર આપી પાલનપુર ખાતે રીફર કર્યા હતા.

ઇજાગ્રસ્ત
1. વર્ષાબેન ખગાભાઇ રાવલ (ઉં.વ.20)

2. વિક્રમભાઇ રાજાભાઇ રાવલ (ઉં.વ.30)

3. પાયલબેન મોડાભાઇ ઠાકોર (ઉં.વ.18) (તમામ રહે.જેતડા, તા.થરાદ)

4. બાઇક ચાલક નામ જાણવા મળ્યુ ન હતું

અન્ય સમાચારો પણ છે...