તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરામાં પીવાના પાણી માટે વલખાં મારતાં શહેરીજનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી રહેણાંક વિસ્તારમાં પુરતા મળતા નથી ત્યારે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સર્વિસ સ્ટેશનો તેમજ સિમેન્ટની ઇંટો પાડનાર લોકોને પાણીની લહાણી કરવામાં આવી રહી છે.જેથી રહેણાંક વિસ્તારના લોકોએ પાલિકાને લેખિત રજૂઆતો પણ કરી છે.

ધાનેરા નગરપાલિકામાં રોજ 40 લાખ લીટર પાણીનો વપરાશ થાય છે અને તેને પહોંચી વળવા માટે 10 બોર તેમજ 15 લાખ લીટર પાણી સિપુ યોજના દ્વારા પુરું પાડવામાં આવે છે. હાલમાં વરસાદ ખેંચાતા ડેમ પણ ખાલીખમ જોવા મળી રહ્યો છે, ત્યારે પાલિકામાં પાણી બેફામ વેડફવામાં આવી રહ્યું છે.કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી જોવા મળી રહી છે અને જે બાબતે આ લોકોએ પાલિકામાં વારંવાર રજૂઆતો પણ કરી છે તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ત્યારે બીજી તરફ ધાનેરામાં આવેલ 15 જેટલા સર્વિસ સ્ટેશનો તેમજ 25 જેટલા સિમેન્ટની ઇંટો પાડનાર લોકો મોટા પ્રમાણમાં પાણીનો બગાડ કરી રહ્યા છે તેમ છતાં પાલિકા દ્વારા આવા લોકો સામે કોઇ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.

નગરપાલિકાની બેવડી નિતી સામે રોષ
ધાનેરામાં પાલીકાની બેવડી નિતી છે. લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે કોમર્શિયલ લોકોને ફિલ્ટર કરેલ પાણી ઇંટો પાડવા અને ગાડી ધોવા માટે આપવામાં આવી રહ્યું છે અને તે પણ દોઢ અને બે ના વ્યાસવાળી પાઇપથી આપવામાં આવતાં આજુબાજુના લોકોને પીવાનું પાણી આવતું નથી. હાલમાં થરાદ રસ્તા ઉપર કોલેજની સામે આવેલ સોસાયટીમાં ત્રણ-ત્રણ દિવસે પાણીના દર્શન થાય છે. તે યોગ્ય નથી. જેથી આવા કોમર્શિયલ લોકોના મોટા વ્યાસની પાઇપના કનેકસનો કાપીને લોકોને પાણી આપે તે જરુરી છે.’ રમણભાઇ પટેલ (રહીશ)

અન્ય સમાચારો પણ છે...