ધાનેરામાંથી બાઇક સહિત રોકડની ઉઠાંતરી થતાં ફરિયાદ
ધાનેરા | ધાનેરાની શ્રીરામ સોસાયટી નજીકથી સોમવારે વિરમાભાઇ મોહનભાઇ ચૌધરી (ઉં.વ.27, રહે.ધાખા)ના બાઇક નંબર જીજે-8-બીજી-4717 ની શ્રીરામ સોસાયટી નજીકથી અજાણ્યા શખસો ઉઠાંતરી કરી ગયા હતા. જેની બેગમાં જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ સહિત થેલીમાં પડેલા રૂપિયા 4000ની ઉઠાંતરી કરી જતાં વિરમાભાઇએ અજાણ્યા શખસો સામે બુધવારે ધાનેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.