તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલવાડાના સરપંચ સામે ખોટી ફરિયાદ અંગેે આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકાના સરપંચોની સોમવારે બેઠક યોજાઇ હતી. જેમાં આલવાડા ગામના સરપંચ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઇ હોવા બાબતે આક્રોશ વ્યક્ત કરી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી તટસ્થ તપાસ થાય તે અંગે રજૂઆત કરી હતી.

ધાનેરા તાલુકા સરપંચ એસોસીએશનની સોમવારે ધાનેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલ ખાતે યોજાઇ હતી. ધાનેરા તાલુકાના આલવાડા ગામના સરપંચ દિનેશભાઇ પટેલ સામે પોતાના ગામની યુવતી દ્વારા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે સરપંચે તેની છેડતી કરી છે. તો આ ફરિયાદ ખરેખર ખોટી અને ઉપજાવી કાઢેલ ફરિયાદ છે. આ બાબતે તટસ્થ તપાસ થાય તે માટે પોલીસવડા અને કલેકટરને સંબોધેલ આવેદનપત્રો ધાનેરા મામલતદાર અને ધાનેરા પોલીસને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે એસોસીએશનના પ્રમુખ ગેનસિંહ દેવડા, મંત્રી તળસાભાઇ પટેલ તેમજ અન્ય તમામે તમામ સરપંચો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...