ધાનેરામાં બોલેરોની ચોરી કરી ભાગતો ચોર પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકા પંચાયત નજીક પડેલી જીજે-12-વાય-1115 નંબરની બોલેરો કેમ્પર ગાડી ગુરુવારે પાંચ વાગ્યાના સમયે કોઈ અજાણ્યો શખ્સ ચોરીને ભાગ્યો હતો અને આ શખ્સ પકડાઈ ન જાય તે માટે ભરબજારે બેફામ ગાડી લઇને ભાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાંચ વાગ્યાના સમયે શાળા છૂટતા બાળકો પણ રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે આ ચોરે બે બાળકો સહીત અન્ય લોકોને અડફેટે નાની મોટી ઇજા થવા પામી હતી અને તે બાદ આ ચોરે એક કરિયાણા દુકાનમાં ગાડી ઘુસાડી દેતા કરિયાણાનો માલ સમાન રસ્તા ઉપર વેરાયો હતો.

આ શખસને લોકોએ ઝડપી તેની ધુલાઇ કરી હતી અને તે બાદમાં ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ પણ ચોર સહીત ગાડીને પોલીસ મથકમાં લઇ ગયા હતા.

ભાસ્કર ન્યૂઝ| ધાનેરા

અન્ય સમાચારો પણ છે...