તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dhanera
  • નેનાવા ચેકપોસ્ટના લોકઅપમાં બાઈકચોરીના આરોપીનો દોરીથી ગળા ફાંસો ખાઈ આપઘાત

નેનાવા ચેકપોસ્ટના લોકઅપમાં બાઈકચોરીના આરોપીનો દોરીથી ગળા ફાંસો ખાઈ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાથી બાઇક ચોરી કરીને નીકળેલા આરોપીને ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પર પોલીસે ઝડપી લીધો હતો અને તેને લોકઅપમાં મૂક્યો હતો ત્યારે આ આરોપીએ બપોરે લોકઅપમાં બારી સાથે પ્લાસ્ટિકની દોરી ગળે બાંધી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી .જો આ દરમિયાન લાશ લેવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં એસપીની સમજાવટ બાદ લાશ મોડી સાંજે પીએમ અર્થે અમદાવાદ ખસેડાઈ હતી.

ડીસામાં બાઈકની ઉઠાંતરી થતાં ડીસા પોલીસે તાત્કાલિક વાયરલેસ ઉપર મેસેજ મૂક્યા હતા જેમાં નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે રાજસ્થાન તરફ જતા બાઈક સવારને રોક્યો હતો. જો કે આ બાઈક ચાલક પોલીસને જોઈ બાઈક મૂકીને ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી તેને ઝડપી કડક પૂછપરછ હાથ ધરતા તેણે બાઇક ડીસા ખાતેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે તેનું નામ પૂછતાં લુબારામ ઉત્તરમાંરામ (રહે ,જાક, તાલુકો,બાયતું, જિલ્લો,બાડમેર,રાજસ્થાન )હોવાનું જણાવ્યું હતું જેથી ચેકપોસ્ટની પોલીસે તેને લોકઅપમાં પુરી અને ડીસા પોલીસને ફોન કર્યો હતો. આ દરમિયાન શખ્સે નજર ચુકવી પોલીસ લોકઅપની બહાર ટાઇલ્સની પેટીઓ પડી હતી તેની બાંધેલી પ્લાસ્ટિકની દોરી તોડી અને લોકઅપમાં જ ગળે ટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી .જ્યારે ડીસા પોલીસ નેનાવા બોર્ડર પર પહોંચી ત્યારે આરોપીને જોવા જતાં તે લોકઅપમાં લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.જેથી પોલીસે ધાનેરા પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળને ઘટનાની જાણ કરતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મામલતદાર બીએસ ખરાડીને સાથે રાખી સમગ્ર ઘટનાનું પંચનામુ કરાવી લાશને પીએમ માટે ધાનેરા લવાઇ હતી. પરંતુ લાશનું પીએમ ફોરેન્સીક રીતે કરાવવા માટે પોલીસ વડાએ સૂચન કરતાં લાશને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી.

બારી સાથે પ્લાસ્ટિકની દોરી ગળે બાંધી લટકી ગયો,લાશ પીએમ માટે અમદાવાદ લઈ જવાઈ
નેગેટિવ ન્યૂઝ
નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.લાશ લેવા મુદ્દે રકજકને અંતે મોડી સાંજે લાશ અમદાવાદ ખસેડાઈ હતી.તસવીર-વિઠ્ઠલ પટેલ

મૃતક રાજસ્થાન તેમજ ગુજરાતના અનેક ગુનામાં સંડોવાયેલો છે: પોલીસ
આ અંગે ધાનેરા પોલીસે જણાવ્યું હતું કે આ આરોપી રાજસ્થાન તેમજ ગુજરાતના અનેક ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો અને બીજા ગુનાઓ ઉકેલાય તો તે વધુ જેલના હવાલે થાય તેના ડરથી આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...