તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • ડીસા માર્કેટયાર્ડની પેઢીનું ઊઠમણું સાત ખેડૂતોના 70 લાખ સલવાયા

ડીસા માર્કેટયાર્ડની પેઢીનું ઊઠમણું સાત ખેડૂતોના 70 લાખ સલવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા માર્કેટયાર્ડમાં એક પેઢી માલિકો રાજસ્થાનના સાત ખેડૂતોનો માલ ખરીદી 70 લાખ કરતા પણ વધુ રકમ ન ચુકવતાં ભોગ બનનારા ખેડૂતે ડીસાની એમ.બી.બ્રોકર્સના ત્રણ વેપારીઓ સામે રાજસ્થાનના જાલોર જિલ્લાના સોયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચા મચી ગઈ છે.ત્રણેય વેપારી પેઢીને તાળા મારી ફરાર જતાં રાજસ્થાન પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લઈ તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે.પેઢીના ઉઠામણાને લઈ ડીસા નગરીમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાયલા તાલુકાના 7 જેટલા ખેડૂતો દ્વારા એરંડા ગવાર વગેરે ખેતી પાકો ડીસા માર્કેટ યાર્ડ ખાતે એમ.બી.બ્રોકર્સ નામની પેઢી પર વેચાણથી આપવામાં આવ્યો હતો. જે માલના નાણાં 70 લાખ કરતાં વધુ નાણાં સમયમર્યાદામાં ન ચુકવતા અને પેઢીને તાળા લાગી જતા ખેડૂતો હતપ્રભ બની ગયા હતા. આ અંગે માલ વેચનાર સાયલાના ખેડૂત તરરારામ જીવરામ ચૌધરીએ જાલોર જિલ્લાના સાયલા પોલીસ મથકે પેઢીના માલિક બેસર ભાઈ વાઘાભાઈ પટેલ (રહે.ચમનપુરા,તાલુકો-દિયોદર),મનુભાઇ દેવશીભાઈ ચૌધરી (રહે.મોજરુ નવા, તાલુકો-દિયોદર),હસમુખભાઈ દેવશી ભાઈ ચૌધરી (રહે.મોજરુ નવા, તાલુકો-દિયોદર) સામે છેતરપિંડીનો ગુનો નોંધાવતા સાયલા પોલીસ મથકના પી.એસ.આઇ. રામલાલ વિશ્નોઇ, હેડ કોન્સ્ટેબલ કસ્બારામ વગેરે સ્ટાફના માણસો સાથે શનિવારે દિયોદર પોલીસ મથક ખાતે દિયોદર પોલીસની મદદ લઈ ત્રણેયને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ખેડૂતોના પોતાના મહેનતની પરસેવાની કમાણીના નાણાં સલવાઇ જતા ખેડૂતોને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...