તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરના શિવાલયોમાં બમ-બમ ભોલેના નાદ ગૂંજી ઊઠ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દિયોદર તાલુકાના ગામડાઓમાં શિવાલયોમાં શિવ ભકતો દ્વારા શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ધુણસોલ ગામે અતિપ્રાચીન ગામે વધેશ્વર મહાદેવ, વડીયા ગામે ઝીંઝારી શ્વર મહાદેવ, રૈયા ગામે કમલેશ્વર અને મુળેશ્વર મહાદેવ, સણાદર ગામે દૂધેશ્વર મહાદેવ તેમજ દિયોદર ખાતે પ્રાચીન ઓગડજી મહાદેવ અને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવ ભકતોની ભારે ભીડ જામી રહી છે. ત્યારે શિવ ભક્તો દ્વારા જળાભિષેક દુગ્ધાભિષેક, બિલી પત્ર વગેરે દ્વારા ભાવપૂર્વક શિવપૂજા કરાઇ રહી છે. ત્યારે સોમવારે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દ્વારા વિશેષ શિવપૂજા યોજાઇ હતી. તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...