• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • પત્ની સાથે આડા સબંધ રાખનારા શખ્સના માથામાં પથ્થર મારી હત્યા

પત્ની સાથે આડા સબંધ રાખનારા શખ્સના માથામાં પથ્થર મારી હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર રેલવે સ્ટેશન પાછળના બિયોકપુરા વિસ્તારમાં રહેતા યુવાનની પત્નીને ભેંસાણના શખ્સ સાથે આડાસંંબંધ હોવાનો વહેમ રાખી રાત્રે પોતાના ઘરે સૂઈ રહેલા શખ્સને પથ્થર મારી મારી નાખતાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી લીધો હતો.

દિયોદરના બિયોક પુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઘરના આંગણે ખાટલામાં રાજુભાઈ સરદારજી ઠાકોર (રહે.ભેસાણ, તાલુકો-દિયોદર) ની માથાના ભાગે ઇજા પહોંચેલી લોહીથી લથબથ લાશ પડી હોવાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મૃતક યુવક દિયોદરના ભેસાણા ગામનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આ અંગે મૃતકના પિતા સરદારજી ઠાકોર (રહે.ભેસાણા,તાલુકો-દિયોદર) એ મૃતક રાજુજી ઠાકોરને આરોપીની પત્ની સાથે આડા સંબંધોના લીધે માથાના ભાગે શુક્રવારે રાત્રે માથામાં પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ અંગે દિયોદર પોલીસ મથકે જયંતીજી મોબતાજી ઠાકોર (રહે. બિયોકપુરા-દિયોદર) સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી આરોપી જયંતીજી ઠાકોરને ઝડપી લીધો હતો.જયંતીજી ઠાકોર દ્વારા શુક્રવારે મૃતકના ભાઈ દિનેશજી ઠાકોર ના મોબાઈલ પર તારો ભાઈ મારી પત્ની સાથે આડા સંબંધો ધરાવે છે તેને સમજાવી દેજો નહીંતર તેને જાનથી મારી નાખીશ તેવી મોબાઇલ પર ધમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...