દિયોદરથી સુંધા માતાજી લોકલ બસનો પ્રારંભ કરાયો

પાલનપુર વિભાગીય દિયોદર એસટી ડેપો દ્વારા ગુરુવારથી દિયોદરથી સુંધા માતાજી રાજસ્થાન નવીન લોકલ બસ સેવાનો પ્રારંભ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:26 AM
દિયોદરથી સુંધા માતાજી લોકલ બસનો પ્રારંભ કરાયો
પાલનપુર વિભાગીય દિયોદર એસટી ડેપો દ્વારા ગુરુવારથી દિયોદરથી સુંધા માતાજી રાજસ્થાન નવીન લોકલ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. જે બસ દિયોદરથી ઉપડી દરરોજ સવારે 9-00 કલાકે વાયા ભીલડી, ડીસા, ઝેરડા, પાંથાવાડા, મંડાર, રાણીવાડા, માલવાડાથી સુંધા માતાજી બપોરે 1-00 પહોંચશે. ત્યાંથી પરત 3-30 કલાકે ઉપડી તેજ રૂટ પરથી પરત 7-30 કલાકે દિયોદર ખાતે આવી પહોંચશે. ગુરુવારે બસના પ્રારંભ પ્રસંગે દિયોદર એસટી ડેપો મેનેજર આર.એમ.મેવાડા, એટીઆઇ એસ.એમ.પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેનું ભાડું 127 રૂ. હશે. આ પ્રસંગે એસટી ડેપો દ્વારા આ બસનો મુસાફરો દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

X
દિયોદરથી સુંધા માતાજી લોકલ બસનો પ્રારંભ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App