તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરમાં રિટાયર્ડ આર્મીમેનનું સ્વાગત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર રાવણા રાજપૂત યુવા સેના દ્વારા દરગાજી ભેમાજી રાઠોડ (મૂળ વતન-ઢીમા, તાલુકો-વાવ,હાલ રહે.દિયોદર) ના દિકરા જગદીશકુમાર દરગાજી રાઠોડ છેલ્લા 17 વર્ષથી ભારતીય આંતરરાષ્ટ્રીય સરહદ પર ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રિટાયર્ડ થતાં બુધવારે વતન દિયોદર ખાતે આવી પહોંચતા દિયોદર રાવણા રાજપૂત યુવા સેના દ્વારા રિટાયર્ડ આર્મીમેનનું ફુલહાર, સાફો, સાલ પહેરાવી વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર રાવણા રાજપૂત સેનાના યુવા કાર્યકરો, આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...