તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરા-દિયોદર રોડ પર આધેડની લાશ મળતાં ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા ખાતે ઇન્દિરાનગરમાં રેહતા અને એકલવાયું જીવન જીવતા રાયચંદભાઇ ચેહરાભાઇ રાવળ (ઉં.વ.આ.87) ની લાશ થરા-દિયોદર રોડના ફુટપાટ મળી આવી હતી. રાહદારીઓને લાશ દેખતાં થરા પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સ્થળે પોલીસ આવીને તપાસ હાથ ધરી હતી. મૃતકના આધારકાર્ડ પરથી વૃદ્ધની ઓળખ કરાઇ હતી. મૃતકનું ઠંડીના કારણે મોત થયું હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. તેમજ ભૂંડોએ મૃતકની લાશ મોંઢાના ભાગેથી ફાડી ખાધી હતી. વૃદ્ધની લાશને વાલી વારસદારો લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...