તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • Deodar દિયોદરના ડુચકવાડા ગામે બે મંદિરોના તાળાં તૂટ્યાં, 53 હજારની મત્તા ચોરાઇ

દિયોદરના ડુચકવાડા ગામે બે મંદિરોના તાળાં તૂટ્યાં, 53 હજારની મત્તા ચોરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરના ડુચકવાડા ગામે બુધવારે મધરાતે તસ્કરો ત્રાટકયા હતા.ગામમાં શક્તિ માતાના મંદિર અને ચામુંડા માતાના મંદિરે ચાંદીના છતર અને રોકડ મળી 53 હજારની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આંગણવાડીના તાળા તોડી કંઈ ન મળતા ખાલી હાથે પાછા ફર્યા હતા.

શક્તિમાતાના મંદિરમાંથી 35 ચાંદીના છત્તર અને ચામુંડા માતાજીના મંદિરમાંથી 3 ચાંદીના છત્તર અને દાનપેટી તોડી 10 હજાર લઇ ગયા
ડુચકવાડા ગામે બુધવારે મધરાત્રે ગામમાં આવેલ શક્તિ માતાના મંદિરના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચાંદીના નાના મોટા છતર નંગ 35 કિંમત રૂપિયા 40 હજાર તેમજ ચામુંડા માતાજીના મંદિરે ચાંદીના છતર નંગ 3 અને દાનપેટી તોડી 1૦ હજારની ચોરી કરી કુલ 53 હજારની ચોરી કરી હતી. ગામની આંગણવાડીના તાળા તોડયા હતા. જોકે કાંઈ ન મળતા ખાલી હાથે પાછા ફર્યા હતા. આ અંગે મંદિરના પૂજારી બાબુભાઈ ભીખાભાઈ બ્રાહ્મણ દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...