તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદરમાં રાષ્ટ્ર સુજન અભિયાન અંતર્ગત યુવા કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

દિયોદરમાં રાષ્ટ્ર સુજન અભિયાન અંતર્ગત યુવા કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર રેસ્ટ હાઉસ ખાતે રવિવારે બપોરે રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્ર સુજન અભિયાન ડો. પ્રદ્યુમન સિંહાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્ર સુજન અભિયાન યુવા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા યુવાનોને સ્વચ્છતા, બેટી બચાવો બેટી-પઢાવો, ગાય બચાવો-દેશ બચાવો, ભારત મહિલા સશક્તિકરણ, કુપોષણ મુક્ત ભારત, ભારત અભિયાન કેન્સર મુક્ત ભારત આવનારા સમયમાં એક નવા ભારતના ઉદેશ્ય સાથે ચિંતન બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ઉષાબેન પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, વિષ્ણુભાઈ મકવાણા, રમેશભાઇ ગોસ્વામી, નિરવભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી વગેરે બહોળી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...