દિયોદરના કોતરવાડા ગામના માધ્યમિક શાળાના 25 વિદ્યાર્થીઓ અને 2

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદરના કોતરવાડા ગામના માધ્યમિક શાળાના 25 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો શનિવારે સવારે છોટાહાથી ગાડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે દિયોદર જતા હતા. ત્યારે ગોલવી પાસે ચાલકે કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી જતા25 વિદ્યાર્થીઓ અને 2શિક્ષકોને ઇજાઓ થતાં દોડધામ મચી ગઇ હતી.

કોતરવાડાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધારકાર્ડની કામગીરી માટે બે શિક્ષકો સાથે શનિવારે સવારના સમયે કોતરવાડાથી છોટા હાથી ગાડીમાં જીજે-8-એવાય-0446 મામલતદાર કચેરી ખાતે આવતા હતા. ત્યારે માર્ગમાં ગોલવી પાસે છોટાહાથી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી જતા 25 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને ઈજાઓ થતા ડીસા-પાટણ ખાતે ખસેડાયા હતા.શાળા સંચાલકોની બેદરકારી સામે આવતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...