• Gujarati News
  • ડીસા કંસારી હાઇ વે પરથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ડીસા-કંસારી હાઇ-વે પરથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં રાજસ્થાન તરફથી ફરીથી વિદેશી દારૂની ગુજરાતમાં ઘૂસાડવાની પ્રવૃત્તિ શરૂ થઇ જવા પામી છે. જેમાં ડીસા તાલુકા પોલીસે નાકાબંધી દરમિયાન કંસારી નજીકથી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કારને ઝડપી લઇ રૂ. ૧.૫૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યોહતો.
ડીસા તાલુકા પી.આઇ. આર.એમ.ભદોરીયા, સ્ટાફના એ.એસ.આઇ. રમેશદાન, અમરતભાઇ, ભુરાભાઇ, મહેશભાઇ અને હરિસિંહ સાથે નાકાબંધીમાં હતા ત્યારે ગુંદરી તરફથી અલ્ટો કાર નં.-જીજે-૫-કે-૧૨૩૯ને અટકાવવાની કોશિષ કરતાં કાર ચાલક નાસી છૂટતાં તેનો પીછો કરી વિઠોદરથી કંસારી વરચે ઝડપી લીધો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં ૧૭ પેટી વિદેશી દારૂ અને બિયરની કુલ ૩૯૬ બોટલ કિંમત રૂ. ૫૦,૪૦૦નો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક કેશારામ સાવરારામ સુથાર (રહે, વડાવલ, તા. ડીસા)ની અટકાયત કરી રૂ. એક લાખની કાર અને રૂ. ૫૦,૪૦૦નો દારૂ મળી કુલ રૂ. ૧,૫૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોહતો.
ડીસા તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપી લીધી હતી.