• Gujarati News
  • પાટણનો સરસ્વતી ડેમ ૨૭૭ ફૂટની સપાટીએ નર્મદા નીરથી છલોછલ

પાટણનો સરસ્વતી ડેમ ૨૭૭ ફૂટની સપાટીએ નર્મદા નીરથી છલોછલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૪૧
કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો
૯૭૫
ફૂટ લંબાઇ
૨૨
ફૂટ પહોળાઇ
૨૮
દરવાજા
૨૭૭
ફૂટ મહત્તમ સપાટી
૨૩
ગામને સિંચાઇનો લાભ
પાટણથી પસાર થતી સરસ્વતી નદી પટનો ડેમ બુધવારે નર્મદાના નીરથી પૂરેપૂરો ભરાઇ ગયો હતો. અત્રેની સરસ્વતી નદીના જળાશયમાં છેલ્લા પખવાડીયાથી પાણી છોડવામાં આવ્યું હતું. બુધવારે પાણીની સપાટી ઉપર આવતાં પાણીની આવક ૬૦ કયુસેકની કરવામાં આવી હતી. હાલમાં જળાશયમાં ૫૦ મિલિયન ઘનફૂટ (૧૪૧ કરોડ લિટર) પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે અને તેના લીધે આજુબાજુના બે કિમીથી વધારેના ધેરાવામાં જળ સંચય થઇ શકે છે. બુધવારે ડેમ ભરાયો હોઇ પાણી બંધ કરવા માટેનો મેસેજ ડીસા ખાતેની સિંચાઇ વિભાગની કચેરીમાં આપવામાં આવ્યો છે. ત્યાંથી પાણી ચાલુ હતું હવે પાણી બંધ કરાય તો અઠવાડીયામાં શોષાઇ જઇ શકે છે તેમ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર એસ.એસ. કુંભાસણાએ જણાવ્યું હતું.