તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાંથી સગીરાને ભગાડનાર યુવક ભચાઉ પાસેથી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરમાંથી 15 વર્ષિય સગીર કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતાં ડીસા દક્ષિણ પોલીસે બંનેને ભચાઉ નજીક ઉખડમોરા ગામેથી ઝડપી લીધા હતા. યુવક અગાઉ પણ એક કિશોરીને ભગાડી જઇ દુષ્કર્મનો ગૂનામાં જેલ જઇ આવ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષિય દિકરીને ગત તા. 2 ફેબ્રુઆરીની રોજ પ્રકાશ કલ્યાણજી લુહાર (રહે. હાલ ડીસા, મૂળ રહે. થરા, તા. કાંકરેજ) લગ્નની લાલચ આપી ભગાડીને લઇ ગયો હતો.

તેણીને દિયોદરથી ટ્રેનમાં બસાડી ભૂજ લઇ ગયા બાદ ભચાઉ નજીકના ઉખડમોરા ગામની સીમમાં એક ખેતરમાં રાખી હતી. દરમિયાન તેણી સાથે શારીરિક-સબંધ પણ બાંધ્યા હતા.આ બાબતની ફરિયાદ સગીરાની માતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં ડીએસપી નિરજ બડગુજરની સૂચના તેમજ ડીસા ડીવાયએસપી આર.સી. દવે અને ઇન્ચાર્જ પીઆઇ યુ.બી. ધાખડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.ડી. ચૌધરી, રાઇટર નવિનભાઇ સહિતની ટીમે મોબાઇલ લોકેશનના આધારે બુધવારે મોડી રાત્રે યુવકને ઝડપી લીધો હતો. સગીરા પણ તેની સાથે હોઇ બંનેને ડીસા લવાયા હતા. જો કે, પોલીસના જણાવ્યા મુજબ યુવક પ્રકાશ લુહાર અગાઉ પણ એક કિશોરીને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હતું. જે ગૂનામાં જેલમાં રહી હાલ જામીન પર છે.

અન્ય સમાચારો પણ છે...