ડીસા ખાતે વીજ કર્મચારી થાંભલા પરથી પટકાતા ઘવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાવીજકચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પંકજભાઇ ડી. પરમાર મામલતદાર કચેરી આગળ રહેલા વીજ થાંભલે રીપેરિંગ કરવા બુધવારે થાંભલા પર ચડ્યા હતા. દરમિયાન અચાનક તેઓ થાંભલા પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને મામલે વીજકંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેથી તેઓ તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે શહેરની ગાંધી લિંકન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.

અન્ય સમાચારો પણ છે...