• Gujarati News
  • ડીસામાં વરસાદે 40 વર્ષનો રેકર્ડ તોડ્યો, 30 ઇંચ વરસાદ

ડીસામાં વરસાદે 40 વર્ષનો રેકર્ડ તોડ્યો, 30 ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરમાં છેલ્લા ચારદિવસથી થઇ રહેલી અતિવૃષ્ટિના કારણે બીજા િદવસે પણ 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડતાં ચોતરફ જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. ડીસા શહેરમાં ભારે વરસાદથી રબારી વાસમાં એક મકાન પડતાં વૃદ્ધાનું દટાઇ જતાં મોત નિપજ્યું છે. જ્યારે બે ને ઇજા થવા પામી છે.

મંગળવારે સાંજે ડીસાના રબારીવાસમાં રહેતા મહેશભાઇ નાથાભાઇ પાંચાનું મકાન વરસાદના કારણે તુટી પડતા ઘરમાં બેઠેલા તેમના માતા વિદ્યાબેન નાથુભાઇ પાંચા(ઉ.વ.75) દટાઇ ગયા હતા. જ્યારે મહેશભાઇ અને તેમના પુત્ર ભવદિપને ઇજા થઇ હતી. પાલિકાની ટીમે કાટમાળ ખસેડતા વિદ્યાબેનનો મૃતદેહ મળ્યો હતો. સિવાય ડીસામાં જગ્યાએ મકાનોની દિવાલ અને કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકા દ્વારા જેસીબી મશીન વડે રસ્તા, નાળા તોડી વહેણ બદલી પાણી નિકાસ કરાવ્યો હતો.

વિજળીડુલ,10 થાંભલા પડ્યા : બેડીપી બળી

ડીસાશહેરમાં સતત રહેલા અતિભારે વરસાદે વિજળીના લગભગ 17 જેટલા થાંભલા ધરાશાયી થતા તેમજ બે ડીપી બળી જતાં સમગ્ર શહેરમાં વિજપુવરઠો બે દિવસથી ઠપ્પ થઇ જવા પામ્યા હતાે. વિજકંપનીની ટીમ સતત દોડધામ કરી રહી હતી. જ્યારે બુધવારે વરસાદ રહી જતા સમગ્ર તંત્ર કામે લાગ્યું હતું.