10 હજારથી વધુ ફૂડ પેકેટસ વહેંચાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 હજારથી વધુ ફૂડ પેકેટસ વહેંચાયા

ડીસામાંગ્રામ્ય વિસ્તારોમાં લોકો પુરમાં ફસાઇ જતાં તેમજ ભારે વરસાદથી તમામ રસ્તાઓ બંધ થઇ જતાં ગામડાઓમાં ખાવાની સામગ્રી અને પીવાના પાણીની તંગી સર્જાતા વહિવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા 10 હજારથી વધુ ફૂડ પેકેટસ અને પાણીના પાઉચ પહોંચાડવામાં આવ્યા હતા.

બનાસમાંપાણી છોડાતા ડીસા-કાંકરેજમાં એલર્ટ

બનાસનદીમાંદાંતીવાડા અને સીપુડેમમાંથી પાણી છોડાતાં ડીસા અને કાંકરેજ તાલુકાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. ડીસાના નાયબ કલેકટર ડો. દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા બંને તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓને સૂચના આપી કાંઠાના ગામોના નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને નિકળી જવા અપીલ કરી હતી.

રાણપુરઅને કુંપટમાં ફસાયેલા 10ને બચાવાયા

ભારેવરસાદના પગલે બુધવારે બનાસનદીમાં પાણી છોડાતાં રાણપુર ઉગમણાવાસમાં એક પરિવાર નદીમાં ફસાઇ જતાં વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તેમને હેમખેમ બહાર કઢાયા હતા. જ્યારે કુંપટ ગામે નદીમાંથી રેતી કાઢતાં સાત જેટલા ડમ્પરચાલકો ફસાઇ જતાં તેમને એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કઢાયા હતા.



અન્ય સમાચારો પણ છે...