}શાળાઓ શનિવાર સુધી બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}શાળાઓ શનિવાર સુધી બંધ

સતતત્રણ દિવસથી અતિભારે વરસાદના પગલે સૂઇગામ, વાવ, થરાદ, ભાભર, ધાનેરામાં મોટાભાગના ગામોમાં પાણી ભરાતાં બેટ સમાન બની ગયા છે. ત્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શનિવાર સુધી તંત્ર દ્વારા રજા જાહેર કરાઇ છે. 325 શાળાઓમાં પાણી ભરાયા છે. જ્યારે 2000 શાળાઓમાં શિક્ષકોએ શાળાઓ હાજર રહીને ગામના તલાટી, સરપંચ સાથે સંકલનમાં રહીને મધ્યાહન ભોજનના રસોડા ચાલુ કરાવી અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા નુકસાનની માહિતી એકઠી કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.

આગાહી પુરી, સિસ્ટમ હટી : હવામાન તંત્ર

ડીસામાં ગત શનિવારથી શરૂ થયેલો અનરાધાર વરસાદ 72 કલાકમાં 850 મી.મી. ખાબકતાં લગભગ 40 વર્ષનો રેકર્ડ તૂટ્યો છે. ડીસામાં સરેરાશ વરસાદ 22 ઇંચ સામે અત્યાર સુધી કુલ 38 ઇંચ જેટલો થઇ જતાં 160 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જો કે, બુધવારે આગાહી પુરી થતાં તેમજ સિસ્ટમ હટી જતાં સવારે 11 વાગ્યા બાદ વરસાદ થંભી ગયો હતો એમ હવામાન વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

લાખનું નુકસાન

એસટીને(એકદિવસનું)

30

પશુના મોત

250

વીજપોલ ધરાશાયી

2500

લોકોનું સ્થળાંતર

500

ગામોમાં અંધારપટ

400

રૂટ બંધકરાયા

450

પરિસ્થિતિ વિકટ

અન્ય સમાચારો પણ છે...