• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાં ભૂગર્ભ ગટરના કામકાજથી રાહદારીઅોને પારાવાર હાલાકી

ડીસામાં ભૂગર્ભ ગટરના કામકાજથી રાહદારીઅોને પારાવાર હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરમાં ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ થયા બાદ પ્રથમ વરસાદમાંજ શહેરીજનોને પારવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાકટર દ્વારા શરતો મુજબ યોગ્ય રીતે પુરાણ કરતાં સામાન્ય વરસાદમાં પણ ઠેરઠેર ભુવા પડી જતાં હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાહનો લઇ નિકળવુ જોખમ ભર્યું બની ગયુંછે. અને લોકો કોન્ટ્રાકટર તેમજ પાલિકા તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યા છે.

ડીસામાં અગાઉ બે-ત્રણ સામાન્ય ઝાપટાંબાદ શનિવારે સાંજની ખરા અર્થમાં ચોમાસુ બેઠુ હોય તેમ રવિવારે દિવસભર હળવાથી ભારે ઝાપટા તેમજ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં શનિવારે સાંજથી રવિવારે સાંજ સુધી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે આટલા વરસાદમાં પણ શહેરમાં ભુગર્ભ ગટરનું કામ જેટલા વિસ્તારોના વોર્ડમાં થયુંછે તેની હાલત અતિ ખરાબ થઇછે. ભુગર્ભ ગટરના ખોદકામ બાદ કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે વોટરીન કરી પુરાણ કરવાની જગ્યાએ માત્ર માટી નાંખી દેતા રસ્તાઓ ધોવાઇ ગયા અને અનેક જગ્યાએ ભુવાઓ -મોટા ખાડા પડી જતાં વાહનો લઇ નિકળવું જોખમભર્યું બની ગયું છે. અનેક વાહન ચાલકો ખાડાનો ભોગ બની પટકાયા હતા. પાલિકાના કોર્પોરેટરોને રજાનો દિવસ હોવા છતાં 40 થી વધુ ફરિયાદો મળી છે. શહેરના એસસીડબલ્યુથી રેલવે સ્ટેશન રોડ, કચ્છી કોલોની રોડ, રીજમેન્ટ રોડ, બગીચાથી એસસીડબલ્યુ હાઇસ્કુલ રોડ, લાટી બજાર, શિવનગર રોડ જેવા મુખ્ય રસ્તાઓ તદ્ન ધોવાઇ ગયા છે. અને મોટા ખાડા ભુવા પડી ગયા છે.

વરસાદ બંધ થયે તુરંત પુરણ કરાશે

પાલિકાદ્વારા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરને શરતો મુજબ પુરણ કરવા તાકિદ કરાયેલી છે અને નોટીસ પણ અપાશે. જ્યારે પાલિકા દ્વારા પણ ચોમાસાને ધ્યાને રાખી પુરણનું મટીરીયલ કોલેજ રોડ પર તૈયાર રખાયું છે. વરસાદ બંધ થાય તુરંત રસ્તાઓ પર પુરણ કરી દેવાશે. હેમંતપટેલ (ચીફ ઓફીસર, ડીસા)

ડીસામાં સામાન્ય વરસાદમાં પણ ભુગર્ભ ગટરના કામકાજને કારણે રસ્તાઓની હાલત બદતર થઇ છે./ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...