- Gujarati News
- ખીમાણામાં બેન્ડની સુરાવલી સાથે મુમુક્ષુની વર્ષિદાનની શોભાયાત્રા
ખીમાણામાં બેન્ડની સુરાવલી સાથે મુમુક્ષુની વર્ષિદાનની શોભાયાત્રા
કાંકરેજનાઉંદરા ગામે અગામી 2જી ફેબ્રુઆરીએ યોજાનાર પ્રવજ્યા પર્વોત્સવ નિમિત્તે કાંકરેજના ખીમાણા ખાતે રવિવારે ગોંધાણી ચીમનલાલ મોહનલાલ પરિવાર(મોસાળ પક્ષ) જૈન સાધુ -સાધવી ભગવંતોની શુભ નિશામાં દિક્ષાર્થી મુમુક્ષુ કુ.મીતલબેન (ગામ પાદર, હાલ ડીસા)ની વર્ષાદાનની શોભાયાત્રા નીકળી હતી.
શોભાયાત્રા શણગારેલી બગી, ઉંટગાડી અને બેન્ડની મધુર સુરાવલીઓ સાથે નિકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતા. કાર્યક્રમને લઈ વાતાવરણ ધર્મમય બની ગયું હતું.