તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં સ્કુલ બોલ ક્રિકેટ ટીમનો પસંદગી કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસા ખાતે આવેલ ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાનમાં ગુજરાત સરકારના રમતગમત વિભાગ, ગાંધીનગર અને ધી ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરીટેબલ એકેડેમી તેમજ બનાસકાંઠા જિલ્લા રમતગમત પરિષદ દ્વારા ટવેન્ટી-20 સ્કૂલ બોલ અંન્ડર-19 બનાસકાંઠા જિલ્લાની ક્રિકેટ ટીમોન પસંદગી કેમ્પ યોજાયો હતો.

જેમાં 10થી વધુ શાળાઓના 70 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યાં જિલ્લા રમત-ગમત અધિકારી મુકેશભાઇ ઘોયાના માર્ગદર્શન અને ડીસાની સાંઇબાબા સ્પોર્ટસ કલબના કોચ શૈલેષ મકવાણાના નેતૃત્વ હેઠળ ખેલાડીઓની પસંદગી કરાઇ હતી. પસંદગી સમિતિના ડીસા એકેડેમીના પ્રવિણ ચૌધરી, સાંઇબાબા કલબના આકાશ ઘૈરાવે સેવાઓ આપી હતી. કેમ્પનું આયોજન ડીસા એકેડેમીના મુખ્ય કોચ વિપુલ આલ, સ્કુલ ક્રિકેટના ઇન્ચાર્જ અને સરદાર પટેલ હાઇસ્કુલના વ્યાયામ શિક્ષક રાહુલ પરમાર દ્વારા કરાયું હતું. પસંદગી પામેલ ખેલાડીઓ જિલ્લાની ટીમ બની રાજ્યકક્ષાએ રમશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો