તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની દિપક હોટલમાં જુગાર રમતા આઠ શકુનિઓ ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનીદિપક હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે શનિવારે રાત્રે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાંથી આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમની પોસેથી રોકડ રકમ, દસ મોબાઇલ ફોન સહિત રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. અને તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતાં શખસો ઉપર પોલીસની ઘોંસ વધી છે. જ્યાં જિલ્લા પોલીસવડા નિરજ બડગુજરની સૂચનાથી ડીસા ડીવાયએસપી આર.સી.દવેના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડી.ડી.ગોહિલે મળેલી બાતમીના આધારે શનિવારે રાત્રે ડીસાની દિપક હોટલમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં તીનપત્તીનો જુગાર રમતાં આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડા રૂ.96630 તેમજ રૂ. 17700ના મોબાઇલ નંગ-10 મળી કુલ રૂ. 1,14,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામની સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતા ઝડપાયેલા શખસો

1.સાદુળજીશંભુજી ઠાકોર, 2.ભરતભાઇ વસ્તાજી પરમાર(વજીર),3.ભુરાભાઇ કાસમભાઇ ઘાંચી, 4.મહેશભાઇ શામળાજી માળી, 5.વિજયભાઇ ઇશ્વરભાઇ નાઇ

6.સતીષભાઇ સવાજી માજીરાણા, 7.હાર્દિકભાઇ સુભાષભાઇ વ્યાસ,8.મહેન્દ્રભાઇ હિરાજી ડાભી (તમામ રહે. ડીસા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો