તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસામાં રૂ. 7.50 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ઓપરેશન રૂમ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં રૂ. 7.50 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ઓપરેશન રૂમ નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાશહેરમાં તાજેતરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સીવી હોસ્પિટલના નિર્માણમાં ઓપરેશન થીએટર અને લેબર રૂમ બનાવવાનું ભૂલી જતા ગંભીર બેદરકારી છતી થવા પામી છે.

ડીસા ખાતે દરરોજના 600 થી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી સરકારે એક વર્ષ અગાઉ 7.5 કારોડરૂપીયાના ખર્ચે 150 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. જો કે, તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઓપરેશન રૂમ કે લેબર રૂમ બનાવવામાં આવ્યો નથી. અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા ઓપરેશન રૂમ બનાવવામાં ના આવતા તબીબોએ જૂની બિલ્ડીંગના ઓપરેશન રૂમનો ઉપયોગ કરવો પડતો હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 150 બેડની સિમ્બોલ વાળી હોસ્પિટલમાં માત્ર 60 બેડની સુવિધા હોવાનું જાણવા મળ્યું છે. 150 બેડ ની સિમ્બોલ ધારાવતી આધુનિક હોસ્પિટલમાં ક્લાસવન તબીબોની 19 જેટલી જગ્યાઓ છે પરંતુ હાલમાં માત્ર 5 જગ્યાઓ પરજ તબીબની નિમણુંક થયેલી છે જેના કારણે ગાયનેક, પીડિયાટ્રિક, ડેન્ટિસ્ટ જેવી મહત્વની પોસ્ટ ખાલી રહેતા દર્દીઓને ના છૂટકે બહાર ખાનગી હોસ્પિટલમાં મોંઘીડાટ સારવાર લેવી પડે છે.

અંગે ડીસા સિવિલ સુપ્રિટેન્ડટ ડૉ અરવિંદ પરમારે જણાવ્યું હતું કે ‘અમે જયારે નવી હોસ્પિટલમાં શિફ્ટ થયા ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં ઓપરેશન રૂમ કે લેબર રૂમ નથી જેથી અમે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી સિવાય ક્લાસ વન તબીબની 19 જગ્યા સામે માત્ર 5 તબીબી હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.’

અંગે ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે ‘સરકાર માત્ર મોટા-મોટા બણગાં ફૂંકી રહી છે પરંતુ વહીવટમાં નબળી પુરવાર થઇ રહી છે. આધુનિક સિવિલ હોસ્પિટલના નિર્માણ માં જો ઓપરેશન રૂમજ બનાવવાનું ભૂલી જાય તે ખરેખર નવાઇની વાત છે. વિધાનસભામાં પણ મુદ્દે રજુઆત કરી સરકારની ગંભીર બેદરકારી કે ભૂલને ઉજાગર કરી છે તેમ છતાં હજુ સુધી અહીં ના તો ઓપરેશન રૂમ બનાવવામાં આવ્યો કે ના તો પૂરતા સ્ટાફ ની ભરતી કરવામાં આવી.’

ડીસામાં રૂ. 7.50 કરોડના ખર્ચે બનાવાયેલી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર હોવાથી મુશ્કેલીઓ વધી છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો