તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા પાલિકાની બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ પતિદેવો બેસી જતા બહાર કઢાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા પાલિકાની બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ પતિદેવો બેસી જતા બહાર કઢાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસરા ગામના 57 વર્ષના ઇતિહાસમાં એક દિવસમાં પાંચ ગૂના નોંધાતા ચકચાર મચી

ડીસાપાલિકામાં કારોબારી બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દેવો આવી જતાં ચેરમેને તેમનો વિરોધ કરી બહાર નિકળવાનું કહેતા પતિદેવોએ ટેબલ પર હાથ પછાડી બહિષ્કાર કરતાંપાલિકા અને પક્ષમાં બાબત ભારે ચર્ચાસ્પદ બની છે.

ડીસા નગરપાલિકામાં પણ ચૂંટાયેલા મહિલા સભ્યોના સ્થળે તેમના પતિદેવો વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાની ફરીયાદો વધી રહી હતી. ત્યારે શનિવારે પાલિકાની કારોબારી બેઠક શરૂ થતાં કુલ નવમાંથી ચારેય મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો બેસી ગયા હતા. મહિલા સભ્યો હાજર હતા. જેથી કારોબારી ચેરમેન શશીકાન્ત પંડયાએ પ્રકારે થતાં પ્રોકસી વહીવટની જગ્યાએ મહિલા સભ્યો હાજર રહે અને તેઓ સિધ્ધાંતિક નિર્ણયોમાં ભાગ લે તેમ જણાવતાં પતિદેવો ઉશ્કેરાઇ જઇ બેઠકમાં અમેજ બેસીશુ તેમ જણાવતાં મામલો ગરમાયો હતો. જેથી ચેરમેને ચારેયને બહાર જવાનું જણાવતા આખરે પતિદેવોએ ટેબલ પર હાથ પછાડી બહિષ્કાર કરી નિકળી ગયા હતા.

પૂ્ર્વ સરપંચ સહિત ત્રણ સામે એટ્રોસીટી

શાળામાંએસએમસી સમિતિની રચનામાં કિશનભાઇ સોલંકીનો ભત્રીજો તે શાળામાં અભ્યાસ કરતો હોવાથી સભ્ય તરીકે રહેવાની માગ કરતાં પૂર્વ સરપંચ મહેશ દવે, રૂપાભાઇ પટેલ તથા પૂનમાભાઇ રબારીએ જાતિ વિષયક શબ્દો બોલી માર મારતાં કિશનભાઇએ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી.

સરપંચની ચૂંટણીમાં વોટ

આપવા અંગે હૂમલો

સરપંચનીચૂંટણીમાં મહેશભાઇને વોટ આપ્યો હતો. તેમ કહી ગામના ચાર વ્યકિતઓએ મફાભાઇ અમીચંદભાઇ નાઇને ગળેથી પકડી દુકાન સાથે માથુ અથડાવી ઇજા પહોંચાડતાં તેમના પિતા અમીચંદભાઇ શંકરભાઇ નાઇએ આગથળા પોલીસ મથકે ચંદનસિંહ રાઠોડ, હરપાલસિંહ રાઠોડ, કેશરસિંહ રાઠોડ , પૂજાભાઇ રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લા યુવા ભાજપ મંત્રી સામે

માર માર્યાનો ગુનો

જસરાગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટેની ચાલતી મીટીંગ દરમિયાન રૂપાભાઇ રગનાથભાઇ પટેલ ને ગામના જિલ્લા યુવા ભાજપ મંત્રી હિમતસિંહ તથા અન્ય ચાર વ્યકિતઓએ માર મારતાં રૂપાભાઇ રગનાથભાઇ પટેલે હિમતસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, ગુમાનસિંહ,જગતસિંહ તેમજ કેશરસિંહ વિરૂદ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દૂધની બરણીથી યુવાનને માર મારી

રૂ. 10 હજારની લૂંટ કરતાં ચકચાર

જસરામાંશનિવારેના દિવસે નાગજીભાઇ હરજીભાઇ પટેલ ગામના બે વ્યકિતઓએ ગાળો કેમ બોલી’ તી તેમ કહી લાતો મારી ખિસ્સામાંથી રૂ. 10,000 દસ હજારની લૂંટ કરતાં નાગજીભાઇ પટેલે ચંદનસિંહ રાઠોડ તેમજ કેશરસિંહ રાઠોડ વિરૂદ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે બીજા ગુનામાં મહેન્દ્રસિંહ ભેમસિંહ રાઠોડ ગામમાં જતા હતા. ત્યારે નાગજીભાઇ પટેલે કહેલ કે ગામમાં કોઇ દરબાર નથી અને અમોજ ગામના ઘણી છીએ કહી અપશબ્દો બોલી દુધની બરણી વડે મારમારી ગજવામાંથી રૂ. 300 ની લુંટ કરતાં મહેન્દ્રસિંહ ભેમસિહ રાઠોડે નાગજીભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો