તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • બુટલેગરો તલવાર પાઇપોથી પોલીસો પર તૂટી પડયા, બે પોલીસવાળા ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરો તલવાર - પાઇપોથી પોલીસો પર તૂટી પડયા, બે પોલીસવાળા ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્માતાલુકાનાં જીતોડા ગામનો એક શખ્સ અગાઉનાં દારૂનાં કેસમાં નાસતો- ફરતો હોવાથી સોમવારે મોડી સાંજે ચાણસ્મા પીએસઆઇ આર.પી.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ લાલસિંહ બાતમી આધારે તેને પકડવા માટે તેનાં ઘરે ગયા હતા તે વખતે તેણે પોલીસ કોન્સટેબલ પર પાઇપ અને તલવાર વડે હિચકારો હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનામાં પીએસઆઇ ઝાલા બચાવવા માટે વચ્ચે પડતાં તેમને પણ પાઇપ મારતાં ઇજાઓ થવા પામી હતી.બન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે ધારપુર સિવીલ અને ત્યાંથી જનતા હોસ્પિટલ ખસેડાયા હતા.

જીતોડા ગામનાં ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોરની અગાઉનાં દારૂનાં કેસમાં અટકાયત કરવાની બાકી હતી દરમ્યાન આરોપી ધમાજી ઠાકોર તેનાં ઘરે આવેલો છે તેવી બાતમી મળતાં પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સટેબલ લાલસિંહ તેને પકડવા માટે સોમવારે મોડીસાંજે તેના ઘરે ગયા હતા તે વખતે ધમાજી ઠાકોરે લોખંડની પાઇપ લઇને આવ્યો હતો અને પોલીસને અપશબ્દો બોલી પકડવાની કોશીષ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઇ ઝાલાઅે શખ્સને પકડવાનો પ્રયાસ કરતાં ધમાજીએ પોલીસ કોન્સટેબલ લાલસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમ્યાન પીએસઆઇ વચ્ચે પડીને પોલીસકર્મીને બચાવવા જતાં તેમને પણ હાથ અને ખભા ઉપર પાઇપ વાગી હતી તેવામાં તેની પત્ની સુરેખાબેન ઠાકોરે આવી ધમાજીને તલવાર આપી બંનેને મારી નાખવાનું કહેતાં ધમાજીએ તલવાર મારતાં પોલીસકર્મી લાલસિંહે હાથ આડો કરતાં તેના કાંડાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી .

પોલીસ પર હુમલાની ધારણા નહોતી : પીઆઇ

તપાસઅધિકારી પીઆઇ સી.પી.સાદીયાએ જણાવ્યુ હતું કે જીતોડાનો ધમાજી ઠાકોર દેશીદારૂનો ધંધો કરે છે.અગાઉ પણ તેની ઉપર ગુનાઓ દાખલ થયેલા છે. દારૂના એક કેસમાં તેને પકડવાનો બાકી હોવાથી પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સટેબલ લાલસિંહ પકડવા માટે ગયા હતા ત્યારે હુમલો થવાની ધારણા નહોતી.હુમલાખોર ધમાજી ઠાકોર અને તેની પત્ની સુરેખા નાસી ગયા છે.

ડ્ાયવરે ગાડીમાં લઇ હોસ્પિટલ ખસેડ્યા

ઘટનાસમયે પીએસઆઇએ ગાડીના ડ્રાયરવને બોલાવી લેતાં તે થોડેક દૂર ઉભેલી ગાડી લઇને દોડી આવ્યો હતો અને બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને બાદમાં વધુ સારવાર માટે ધારપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બાદમાં લાલસીંહને પાટણ જનતા હોસ્પિટલમાં ભરતી કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો