તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિકરિયા નજીક ઝાડ સાથે કાર ટકરાતાં ચાલકનુ મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડાનાશિકરિયા નજીક ઝાડ સાથે કાર ટકરાતા ચાલકનુ મોત નિપજ્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાંતીવાડાના શિકરિયા ગામ નજીક સોમવારના મોડી રાત્રે કાર ચાલકે સ્ટેયરીગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી.જેમાં કાર ચાલક હરેશ કુમાર બાબુલાલ માળી(જૂના ડીસાવીડ)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓ ને ઇજાઓ પહોંચતા ડીસા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.શિકરિયા ગામ નજીક કાર નં. જી.જે 22 4637 સ્વીફ્ટ ડિઝાયરના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી.જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ જયદીપ આનંદભાઈ ઠાકોર અને રવિ જયેશભાઈ ઠાકોરને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માતની જાણ થતા દાંતીવાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પણ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...