થરાદના મિયાલ નજીક જીપ ટ્રેલર ટકરાતાં એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર તાલુકાના દેવકાપડીના પાંચ લોકો શુક્રવારે રાત્રે જીપ લઇને માંગરોળ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે થરાદ-સાંચોર હાઇવે ઉપર મીયાલ ગામ પાસે જીપ અને ટ્રેલર સામસામે ટકરાતાં જીપચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચારને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા..

દેવકાપડીના એક જ સમાજના પાંચ લોકો શુક્રવારે સાંજે પાંચ વાગ્યે માંગરોળ દર્શન માટે ગયા હતા જ્યાં વધુ સમય લાગતા તેમણે સાંચોર હાઇવે પરની હોટેલમાં જમીને પરત ફરતાં રાત્રીના સમયે થરાદ-સાંચોર હાઇવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રેલર નંબર આરજે-07-જીસી-5992 સામે જીપ નંબર GJ-8-બીબી-3221 ધડાકાભેર અથડાતાં જીપ ભૂકો બોલી ગયો હતો. જીપના ચાલક નરસિંહભાઇ પાંચાભાઇ પરમાર (ઉં.વ.27) નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તેમજ અન્ય કનાભાઇ પાંચાભાઇ, જીતુભાઇ કરશનભાઇ, અરવિંદભાઇ ભૂરાભાઇ અને દિનેશભાઇ તસાભાઇ તમામ ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા અને મહેસાણા ખસેડાયા હતા. ઘટનાની જાણ ઇજાગ્રસ્તના સગા શિવાભાઇએ થરાદ પોલીસ મથકે કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું પીએમ કરાવી મૃતદેહને તેના પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઇ ગયો હતો.

શુક્રવારે રાત્રે જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં વાહનનો કચ્ચઘાણ નીકળી ગયો હતો.તસવીર-દેવરામ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...