ડાવસમાં યુવકના હત્યારાને પકડવા પરિવાર સહિત લોકોની રજૂઆત
ડીસા તાલુકાના ડાવસ ગામે ગત 15 ફેબ્રુઆરીના રોજ એક યુવકને લાકડી અને ધોકાનો મુઢ માર મારી તેની કરપીણ હત્યા નિપજાવ્યાનો મામલો બહાર આવ્યો હતો . જોકે આ મામલે શનિવારે મૃતકના પિતા સહિત ગામના 30થી વધુ લોકો ડીસાના તાલુકા પોલીસ મથકે દોડી આવી પોલીસને રજૂઆત કરી હતી. આ હત્યામાં સામેલ શખસોના નામ પિડીતના પરિવારજનોએ પોલીસને સોંપ્યા હતા અને 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો પોલીસ મથકે ભુખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.’
ડીસા તાલુકાના ડાવસ ગામના કમલેશભાઇ ઉર્ફે પિન્ટુ વડગામા નામના યુવકની ગત 15 ફેબ્રુઆરીએ હત્યા કરેલ લાશ તેમના જ ગામ માંથી મળી આવી હતી.મૃતકની લાશ પર લાકડી અને ધોકાનો મૂઢ માર માર્યાના નિશાન મળી આવ્યા હતા. આ મામલે એફ.એસ.એલ એ ડોગ સ્કોવડની મદદ અને કોલ ડિટેલના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. શનિવારે મૃતકના પિતા સહિત ગામના 30 લોકો શહેરના તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને આરોપીઓને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરી હતી. ઇશ્વરભાઇ વડગામાએ જણાવ્યું હતું કે, ‘તેમના પુત્રની હત્યાના આરોપી હજુ ઝડપાયા નથી તેથી પોલીસને બે નામો આપવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ 24 કલાકમાં ઝડપી નહીં લેવાય તો તેઓ પોલીસ મથકે ભુખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.’
યુવકના હત્યારાને પકડાવ સહિત 30 થી વધુ લોકોએ શનિવારે ઝડપવા રજૂઆત કરી હતી. તસવીર-ભાસ્કર