• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • બ્રાહ્મણવાડામાં 80 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં ઉતરી મોરને બચાવી લેવાયો

બ્રાહ્મણવાડામાં 80 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં ઉતરી મોરને બચાવી લેવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરપાસેના બ્રાહ્મણવાડા ગામની સીમમાં બુધવારે રાષ્ટ્રિય પક્ષી મોર એક 80 ફૂટ ઉંડા કૂવામાં જઇ પડ્યો હતો જેની જાણ થતા સિદ્ધપુર અને ઊંઝાની વન વિભાગની ટીમ તેમજ સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવી મોરને બહાર કાઢીને બચાવી લીધો હતો.વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાહ્મણવાડા ગામની સીમમાં પટેલ જયંતસભાઇ બબાભાઇના ખેતરમાં આવેલા ખુલ્લા અવાવરૂ 80 ફૂટ ઉંડા કૂવામાં મંગળવારે મોડીસાંજે એક મોર પડી ગયો હતો જે અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરાતા સિદ્ધપુર અને ઊંઝાના આર.અેફ.ઓ કે.બી.પટેલ અને એસ.બી.કાછોરા સહીતની ટીમ દોડી આવી હતી. જોકે સવારે 10 વાગ્યાના સુમારે સ્થાનિક રહીશ દરબાર અરજણજીએ અવાવરૂ ઉંડા કૂવામાં જાનના જોખમે અંદર ઉતરીને મોરને બહાર કાઢ્યો હતો. જેમાં વન વિભાગના કે.એ.ઝાલા, વી.જી.પ્રજાપતિ, આર.કે.ભીલ, વિઠ્ઠલભાઇ, પ્રહલાદજી વગેરેએ પણ જહેમત ઉઠાવી હતી.

સિદ્ધપુરના બ્રાહ્મણવાડા ગામની સીમમાં અવાવરૂ 80 ફૂટ ઉંડા કૂવામાં પડેલ મોરને ગામના રહીશે બચાવી લીધો હતો./નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...