• Gujarati News
  • ડીસાપાલિકામાં ભાજપની સત્તા સામે પડેલા પાર્ટીના સાત સભ્યોએ સત્તા

ડીસાપાલિકામાં ભાજપની સત્તા સામે પડેલા પાર્ટીના સાત સભ્યોએ સત્તા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાપાલિકામાં ભાજપની સત્તા સામે પડેલા પાર્ટીના સાત સભ્યોએ સત્તા પરિવર્તનમાં ભૂમિકા ભજવવા બદલ પાર્ટી દ્વારા તેમને પક્ષના સભ્ય પદેથી સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે.

ડીસા નગરપાલિકામાં વર્ષ 2010 ની ચૂંટણીમાં ભાજપના કુલ 16સભ્યો ચૂંટાયા હતા. પ્રથમ અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસના વિપુલભાઇ શાહે અપક્ષોના ટેકાથી સત્તા હસ્તગત કરી હતી. જોકે ત્યારબાદ પ્રમુખની અઢી વર્ષની બીજી મુદ્તમાં ભાજપે અપક્ષ સભ્યોને પોતાની તરફેણ કરી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ડો. તેજલબેન પટેલ પ્રમુખ બન્યા હતા. જોકે તેમની સામે વિપક્ષી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેમાં પ્રથમ વખતની દરખાસ્તમાં ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા. પરંતુ તે વખતે ભાજપ પાસે પુરતું સંખ્યાબળ હોવાથી દરખાસ્ત પસાર થઇ હતી.

જ્યારે તાજેતરમાં ફરીથી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. જેમાં ભાજપના સાત સભ્યોએ ક્રોસ વોટીંગ કરી અપક્ષ કોેગ્રેસ યુિતને ટેકો આપતાં પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખને ઘેર બેસવાનો વારો આવ્યો હતો. જ્યારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ આજ સાત નારાજ સભ્યોએ ભાજપના મેન્ડેડ વિરૂદ્ધ મતદાન કરતાં ભાજપને પાલિકા ખોવાનો વારો આવ્યો છે. જેથી પાર્ટી દ્વારા પક્ષમાં સાતેય સભ્યોને સોમવારે બપોરે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કેેશાજી ચૌહાણે સમર્થન આપ્યું હતું.