તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડાસંબંધો હોવાનો વહેમ રાખી ગર્ભવતીને કાઢી મુકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાનાની આખોલ ગામની મહિલાને શંકાશીલ પતિએ ત્રાસ આપી અઢી મહિનાના ગર્ભ સાથે ઘરમાંથી તગેડી મૂક્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા સિવિલમાં ખસેડાયેલી મહિલાએ પોલીસને નિવેદન આપતા ડીસા પોલીસને જાણ કરાઇ છે.

ડીસાના નાની આખોલ ગામના સંજયસિંહ ચંદુજી ઝાલાના લગ્ન 5 વર્ષ પૂર્વે આશાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન 2 વર્ષનો પુત્ર છે. જે પોતાનો હોવાનો વહેમ રાખીને અવાર નવાર સંજયસિંહ પત્ની સાથે ઝઘડો કરતા હતા. મહિલાને તેના કાકા સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખીને પરેશાન કરનાર યુવાને તાજેતરમાં પત્ની આશાને અઢી મહિનાના ગર્ભ સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.

વહેમીલા પતિના મારનો ભોગ બનેલી મહિલા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેણીએ સિવિલ પોલીસને ઉપરોકત નિવેદન આપતા ડીસા પોલીસને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...