તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી બોલેરોમાંથી પાંચ લાખ રોકડા જપ્ત

ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી બોલેરોમાંથી પાંચ લાખ રોકડા જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા પોલીસે રોકડ રકમ સાથે અેકની અટકાયત કરી

ડીસાનાઆખોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો કાર માંથી રૂ.પાંચ લાખ ઝડપાયા હતા.

એક તરફ ચૂંટણીનો પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવના બને તે અર્થે ડીસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પ્રેટોલિંગમાં ઉભા હતા. દરમ્યાન ડીસા શહેરના આખોલ ચાર રસ્તા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલ એક બોલેરો કાર આર.જે.19 યુ.એ 2478 પસાર થતા રોકી તેની તલાશી લીધી હતી. ત્યારે ગાડી માંથી રૂ.પાંચ લાખ મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાડીમાં સવાર રૂપસિંહ રાજપૂત ( ઉ.42)(રહે.જાખણ ,તા. ઓરિયા,જી.જોધપુર રાજસ્થાન) સામે સીઆરપીસી102 મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...