તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રક સહિત કુલ 37 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાગજનીપુર પાસે સોમવારે ઘાસની આડમાં વિદેશીદારૂ લવાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં ટ્રક પસાર થતા પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત 37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ડીસા તાલુકાના ગજનીપુર ગામ પાસેથી દારૂ ભરેલી ટ્રક નીકળવાની પોલીસને બાતમી મળતા સોમવારે પોલીસે ગજનીપુર પાસે નાકાબંધી કરી હતી. જેમાં ટ્રક નંબર એચઆર.58-3974 ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવી તલાસી લેતા ઘાસની આડમાં વિદેશીદારૂની જુદી-જુદી બ્રાન્ડની 630 પેટી કિ. રૂ.27,20,400 તેમજ ટ્રક ની કી. રૂ.10 લાખ મળીને કુલ રૂપિયા 37,20,400 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે ગુનામાં ટ્રક ચાલક મનજીતસિંહ લુહાર તેમજ પાલસિંહ જાટ(ચૌધરી) પંજાબ વાળાની ધરપકડ કરી વધુ તપાસ ભીલડી પોલીસ ચલાવી રહી છે.

ગજનીપુર પાસે ઘાસની આડમાં લવાતો વિદેશી દારૂ સાથે બે ઝબ્બે.તસવીર- સાદુલસિંહરાઠોડ

અન્ય સમાચારો પણ છે...