• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાંભાજપના પૂર્વે નગરસેવક જીતુ રાણાએ તેના પર થયેલ અગાઉની

ડીસામાંભાજપના પૂર્વે નગરસેવક જીતુ રાણાએ તેના પર થયેલ અગાઉની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસામાંભાજપના પૂર્વે નગરસેવક જીતુ રાણાએ તેના પર થયેલ અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા મામલે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે જીતુ રાણા સહિત અન્ય એક સામે શહેરના દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બુધવારે મોડી રાત્રે 70 થી વધુ લોકો ડીસાના દક્ષિણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી લેવા રજૂઆત કરી હતી.

મળતી માહિતી અનુસાર ડીસાના વેલુનગર ખાતે રહેતા મનસુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ સહિત જોગાભાઇ ધરમશીભાઇ પ્રજાપતિ, દામાભાઇ પ્રજાપતિ તથા બાબુભાઇ પ્રજાપતિ બુધવારની રાત્રે તેમની સોસાયટીના નાકા પાસે આવેલ દુકાનના ઓટલા પર બેઠા હતા. દરમિયાન ભાજપના પૂર્વ નગરસેવક જીતુ રાણા સાથે અન્ય એક શખસ તેમની પાસે આવી અચાનક બેલ્ટ વડે મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેના પર અગાઉ થયેલ કેસ પાછો નહીં ખેંચે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, ઘટના બાદ પ્રજાપતિ સમાજના 70 થી વધુ લોકો મોડી રાત્રે ડીસા દક્ષિણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આરોપી વિરુદ્ધ તત્કાલ પગલાં લેવા માંગ કરી હતી. બાદમાં મનસુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિએ જીતુ રાણા તેમજ અજાણ્યા એક શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે દક્ષિણ પોલીસે સીઆરપીસી 154 હેઠળ તેમજ આઇપીસી કલમ 323, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...